સલમાનના પરિવારે બગડતી તબિયતને કારણે તેને બિગ બોસ છોડવાની  સલાહ આપી 

0
1809

‘બિગ બોસ 13’ સીઝન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. શોને મળતી સારી એવી ટીઆરપીના કારણે મેકર્સે આ શોને પાંચ અઠવાડિયા માટે લંબાવવાનો નિર્ણય પણ લઈ લીધો છે. આ શો પર હવે ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણવિરામ લાગશે. શોના સતત શટિંગ અને કમિટમેન્ટ્સના કારણે સલમાન ખાનની તબિયત તેનો સાથ નથી આપી રહી.  શો દરમિયાન પણ તે ઘણા ગુસ્સામાં જોવા મળી રહ્યો છે ઘણી વખત તો તેણે આ શો છોડવાની વાત પણ કરી ચૂક્યો છે. એવામાં તાજેતરમાં જ આવેલા એક અહેવાલ દરમિયાન સલમાન ખાનના પરિવારે પણ તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તેને આ શો છોડી દેવાની સલાહ આપી છે. સલમાનની બગડી રહેલી તબીયતના કારણે પરિવારે તેને શો છોડી દેવા આગ્રહ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here