સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ટ્રેલર રિલીઝ…..

0
383

સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરે રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થયું છે. ભાઈજાનની આ ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ તેના વ્યૂઝ સતત વધી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરમાં સલમાન ખાન જોરદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં પૂજા હેગડેની જબરદસ્ત એક્ટિંગની સાથે તમને તમારી પ્રિય શહનાઝ ગિલની પણ ઝલક જોવા મળશે.3 મિનિટ 25 સેકન્ડના આ ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત અને વિસ્ફોટક એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ એક્શન એટલા જબરદસ્ત છે કે એક પણ સીન પરથી તમારી નજર દૂર કરવી મુશ્કેલ બની જશે. આ ટ્રેલરમાં સલમાન ખાનના રોમાંસની સાથે પૂજા હેગડે સાથેની કેમેસ્ટ્રી પણ તમારા દિલને સ્પર્શી જશે.