સાંસદ રૂપા ગાંગુલીએ પણ મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા

0
197

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી જ દરેકના મનમાં તેના મૃત્યુને લઈ સવાલ થઈ રહ્યાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પુરાવા સુસાઈડ તરફ ઈશારો કરે છે. જોકે, કેટલાંક લોકો આ કેસમાં CBI તપાસની માગણી કરી રહ્યાં છે. આ દરમિયાન ‘મહાભારત’ એક્ટ્રેસ તથા સાંસદ રૂપા ગાંગુલીએ પણ મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતાં. ભાસ્કર સાથેની વાતચીતમાં એક્ટ્રેસે સુસાઈડ એન્ગલને સ્વીકારવાની ના પાડી દીધી હતી.

સુશાંત પર વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘હું મારી વાત ભાજપના MP તરીકે રજૂ નથી કરતી પરંતુ એક કલાકાર તથા સુશાંતના ચાહક તરીકે આ વાત રજૂ કરું છું. એક જાગૃત નાગરિક તરીકે મારી વાત મૂકું છું. તમામ લોકોને મારી વિનંતી છે કે તમારા બાળકો સારા ભવિષ્ય માટે ઘરથી દૂર છે, તે તમામમાં સુશાંતનો ચહેરો જુઓ. મુંબઈ પોલીસે પહેલાં જ દિવસે કહી દીધું કે આ સુસાઈડ છે. રિપોર્ટમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે મૃત્યુ શ્વાસ રૂંધાવવાને કારણે થયું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here