સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં

0
1447

‘હ્યુમન કમ્પ્યુટર’ તરીકે જાણીતા શકુંતલા દેવી પર ફિલ્મ બની રહી છે. ‘શકુંતલા દેવી હ્યુમન કમ્પ્યુટર’ ફિલ્મમાં વિદ્યા બાલન શકુંતલા દેવીના રોલમાં છે અને સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં છે. સાન્યા મલ્હોત્રાનો અનુપમા બેનર્જી તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મ આવતા વર્ષે ઉનાળામાં થિયેટરમાં આવશે. સાન્યાએ ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કરતા લખ્યું કે, ‘શકુંતલા દેવીમાં અનુપમા બેનર્જીનો રોલ પ્લે કરવા માટે ઘણી ઉત્સુક છું. ફિલ્મના મારા લુક સાથે પ્રેમમાં છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here