સાબરમતી આશ્રમની ડાયરીમાં ટ્રમ્પે સંદેશો લખ્યો

0
1128

સામાન્ય રીતે કોઈ પણ મહાનુભાવ ગાંધીઆશ્રમ આવે છે ત્યારે તેઓ ગાંધીજીના જીવન વિશે પોતાના વિચાર ડાયરીમાં લખે છે. પરંતુ ટ્રમ્પે આ પરંપરાને પણ તોડીને આજે ગાંધીઆશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીને બદલે નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતો મેસેજ લખ્યો હતો. એવું આ પહેલીવાર બન્યું છે કે, કોઈ પણ વિદેશી મહાનુભાવ ગાંધીઆશ્રમની મુલાકાતે આવ્યા હોય અને તેમણે ગાંધીજીના જીવન વિશે પોતાના વિચારો વ્યક્ત ન કર્યા હોય.

ગાંધીઆશ્રમની ઝડપભેર મુલાકાત લીધા બાદ ટ્રમ્પે આશ્રમની ડાયરીમાં પોતાનો મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું હતું કે, “TO MY GREAT FRIEND PRIME MINISTER MODI, THANK YOU FOR THIS WONDERFUL VISIT” (પ્રતિ, મારા ગાઢ મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ અદભુત મુલાકાત બદલ આપનો ધન્યવાદ). આ મેસેજની નીચે ટ્રમ્પ ઉપરાંત ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે પણ હસ્તાક્ષર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here