સારા અલી ખાને શેર કરી નાની અને માતા સાથેની તસવીર

0
986

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સૌથી વધારે તેની માતાની નજીક છે. મધર્સ ડે પર સારાએ તેની માતા અમૃતા સિંહની દુર્લભ તસવીર શેર કરી છે. ખાસ વાત એ છે કે આ તસવીરમાં સારાની નાની એટલે કે અમૃતા સિંહની માતા પણ જોવા મળી રહી છે. તસવીરમાં જે નાની બાળકી છે તે બીજું કોઈ નહીં પણ ખુદ સારા અલી ખાન જ છે.

તસવીરમાં ત્રણેયનું શાનદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. સારા અલી ખાનનો આ ફોટો તેના જન્મના થોડા સમય પછીનો છે. તેણે કેપ્શનમાં લખ્યું, મારી માતાની મા. મમ્મીને જન્મ આપવા માટે આભાર. હેપ્પી મધર્સ ડે. સારાની આ તસવીર લોકો ખૂબ શેર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here