રશ્મિકા મંદાનાએ ખુશી મળે એ કામ કરવાની સલાહ આપી

0
450

રશ્મિકા મંદાનાએ લોકોને સલાહ આપતાં જણાવ્યું છે કે તમને જેમાં ખુશી મળે એ કામ કરવું જોઈએ. અમિતાભ બચ્ચન સાથે તે ‘ગુડબાય’માં જોવા મળવાની છે. તેલુગુ ફિલ્મ્સ દ્વારા તે ખૂબ ફેમસ થઈ છે. તે લોકોને સોશ્યલ મીડિયામાં પૉઝિટિવ મેસેજ આપે છે. ટ્વિટર પર સલાહ આપતાં રશ્મિકાએ ટ્વીટ કર્યું હતું કે ‘એક વસ્તુ મને મારા ફ્રેન્ડે કહી હતી અને એથી મને લાગ્યું કે તમારી સાથે પણ એ શૅર કરું. તમારો સમય એવી બાબતોમાં પસાર કરો જે તમને આનંદ આપે (કંઈક એવી વસ્તુ કરો જે તમારા ચહેરા પર સ્માઇલ લાવે અને તમને ખુશી આપે). કાં તો પૈસા અથવા તો જ્ઞાન આપે… બીજું કંઈ નહીં. પિરિયડ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here