સિક્કિમમાં 15 જૂનથી સ્કૂલ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની જાહેરાત

0
22

સિક્કિમમાં 15 જૂનથી સ્કૂલ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી કુંગા નીમા લેપચાએ જણાવ્યું, ધોરણ 9 થી 12 તથા બોર્ડની પરીક્ષાના મહત્વને જોતાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. સિક્કિમમાં હાલ કોરોનાનો એકપણ કેસ નથી.

લેપચાએ જણાવ્યું કે, તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં સરકારના દિશાનિર્દેશને ધ્યાનમાં રાખીને ધોરણ 9 થી 12 સુધીના વર્ગો શરૂ થશે. નર્સરીથી લઈ આઠમા ધોરણ સુધીના ક્લાસ હાલ શરૂ નહીં થાય. આઠમા ધોરણ સુધીના વર્ગો આગામી આદેશ સુધી રદ્દ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here