સુરતથી રવિવારે સવારે અયોધ્યા જવા નીકળેલી આસ્થા એક્સપ્રેસ પર પથ્થરમારો….

0
198

સુરત, નંદુરબારઃ સુરતથી નીકળીને અયોધ્યા જઈ રહેલી આસ્થા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હોવાની આશંકા છે. આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબાર પાસે પથ્થરમારો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાદ તાત્કાલિક બારીઓ બંધ કરવામાં આવી હતી તેમ છતાં બે-ચાર પથ્થરો ટ્રેનની અંદર આવી ગયા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. આ મામલે ટ્રેનમાં સવાર યાત્રાળુઓની ફરિયાદ બાદ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી,સુરતથી ઉપડેલી આસ્થા એક્સપ્રેસ અયોધ્યા જઈ રહી હતી અને તે દરમિયાન ટ્રેન નંદુરબાદ રેલવે સ્ટેશનથી લગભગ 1 કિલોમીટર દૂર ગયા પછી તેના પર પથ્થરમારો થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ટ્રેન સુરતથી રવિવારે સવારે 8 વાગ્યે અયોધ્યા જવા માટે નીકળી હતી અને પથ્થરમારાની ઘટના રવિવારે રાત્રે 11.30 વાગ્યે બન્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.રેલવે પોલીસ દ્વારા આ કિસ્સામાં માહિતી મળ્યા બાદ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જોકે, તેમાં પથ્થરમારાના કોઈ નિશાન મળ્યા નથી. યાત્રીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે રેલવે પોલીસે તપાસ કરીને ઝાડીઓમાં બેઠેલા એક માનસિક બીમાર વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.