સેવાસેતુમાં અરજદારો રાજકીય કિન્નાખોરીના ભોગ બન્યા : હિરલ જોશી

0
343

ગાંધીનગર:પ્રજાકીય સેવા અને સુવિધાના આશયથી યોજાતા સેવા સેતુ કાર્યક્રમમાં રાજકીય કિન્નાખોરીથી પક્ષપાત રાખીને વિરોધપક્ષના કોર્પોરેટરોની ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો ખુલ્લંખુલ્લા આક્ષેપ કરતા વોર્ડનં.૭ના મહિલા કોંગી કોર્પોરેટર હિરલબેન જોશીએ મ્યુનિસિપલકમિશ્નર સમક્ષ લેખિત રજુઆત કરી આ અંગે ત્રણ દિવસમાં પ્રત્યુત્તર નહિ મળે તો લડત કરવાની ચિમકી ઉચ્ચારી છે.મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે સે.૬માં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં તદ્દન અણઘડ વહીવટને કારણે પ્રજાલક્ષીપ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવાને બદલે નિયત સમય પહેલા અધવચ્ચે જ અરજીઓ સ્વીકારવાનું બંધ કરી મંડપ સમેટી લેવાતાં અરજદારોએ સેવાને બદલે સમસ્યાઓ વેઠવાનો વારો આવ્યો હતો. મનપાના જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી તેઓ જ કાર્યક્રમમાં ગેરહાજર હતા.
હિરલબેને ટેલિફોનિક સંપર્ક કરતાં સંબંધિત અધિકારી દ્વારા તેઓની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. જો કોર્પોરેટર સાથેજ આ પ્રકારનો વહેવાર દાખવવામાં આવતો હોય તો સામાન્ય અરજદાર સાથેના
વર્તાવની કલ્પના જ કરવી રહી. મંત્રીની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કાર્યક્રમનો આરંભ કરાવ્યા બાદ પદાધિકારીઓ પણ અરજદારોને રામભરોસે છોડીને ચાલ્યા ગયા બાદ સ્થળ પર ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. સ્થાનિક કોર્પોરેટરો દ્વારા રહીશોને સેવા સેતુનો લાભ લેવા જાણ કરી મનપાની સૂચના મુજબ ૯ થી ૫ સુધીનો સમય પણ આપવામાંઆવ્યો હતો. જેથી વિપરીત બપોરે બે વાગ્યે જ મંડપ છોડી કામગીરી પણ સ્થિગત કરાતાં અરજદારો અટવાઈ પડ્યા હતા. હિરલબેને મંડપ એજન્સીને અપાયેલ વર્કઓર્ડરમાં કેટલોક સમય અપાયો હતો. અનેઉદ્‌ઘોષકની જવાબદારી કોને કયા અધિકારી તરફથી આપવામાં આવીહતી. ઉલ્લેખનીય છે કે આ વોર્ડના તમામ કોર્પોરેટરો કોંગ્રેસના હોવાથી
સત્તાપક્ષના પદાધિકારીઓ પોતાના કાર્યકરોને ભરોસે વહીવટ મૂકીનેગેરહાજર રહેતાં આયોજનમાં ખુલ્લેઆમ પક્ષપાત થયો હોવાનું સાબિત થયું છે. આ મુદ્દાઓ અંગે ત્રણ દિવસમાં ખુલાસો નહિ મળે તો લડતકરવાની ફરજ પડશે એમ હિરલબેને સ્પષ્ટપણે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here