સોશિયલ ડિસ્ટન્ટનું પાલન ન થતા કલોલમાં 4 દુકાન સીલ

0
173

કલોલ શહેર તેમજ તાલુકામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્યની ટીમ દોડધામ કરી રહી છે. જેમાં તંત્ર દ્વારા કલોલના 98 વિસ્તારને કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા છે. કલોલ પાલિકા દ્વારા કરાયેલી કાર્યવાહીમાં કલોલમાં સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન નહીં કરતી વધુ ચાર દુકાનો સીલ કરી આ દુકાનદારો પાસેથી 3000નો દંડ વસલાયો હતો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કલોલ પાલિકા દ્વારા કુલ 30 દુકાનદારો સામે કાર્યવાહી કરાઈ છે.આવી કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here