સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા બદલ ગઇકાલે 3 ગુના નોંધાયા

0
874

ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે.રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે,લોકડાઉનનો સમય મુશ્કેલી ભર્યો છે.પોલીસ પોતાની સારી કામગીરી કરવાનો પ્રયત્ન કરી રહી છે.પોલીસને સંવેદનશીલ બની ફરજ બજાવવા કહ્યું છે તેમ લોકો પણ સંવેદનશીલ બને.સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા બદલ ગઇકાલે 3 ગુના નોંધાયા છે.જે લોકો સ્વસ્થ અને ક્વોરન્ટીન થઈ આવ્યા તેમની જોડે દુર્વ્યવહાર કરવો નહીં. તેઓ મેડીકલી સ્વસ્થ છે. આવતીકાલથી અનાજ વિતરણ થશે ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે. જે લોકો અનાજ લેવા તેઓએ ભીડ ન કરવી. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.રેશનકાર્ડ જોડે રાખવું પોલીસ ચેક કરશે. કેટલાક લોકો મેડિકલ કર્મચારીઓને પરેશાન કરે છે. લોકો પોતાના વિસ્તારમાં રહેતા ડોકટર, પેરામેડીકલ સ્ટાફને હેરાન કરે છે. મકાન ખાલી કરવાનું કહે છે જે ચલાવી નહિ લેવાય.પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. પોલીસનો સંપર્ક કરો.પ્રજાની સેવાના ભાવથી નોકરી કરો. કૃષ્ણનગર જેવી ઘટના ચલાવી નહીં લેવાય. પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પોલીસ વડાએ વધુમાં કહ્યું કે, આજથી હવે અધિકારીઓ પોઇન્ટ પર જઈ પોલીસ કર્મચારીઓને સમજાવશે.ઘરમાં રહો સુરક્ષિત રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here