સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાયેલા પતંગ મહોત્સવમાં આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયું…

0
232

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ – ૦૧ ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઇ ગયું હતું.એક તરફ ફૂલ ગુલાબી ઠંડી અને બીજી તરફ પતંગબાજી અને ગરબાનો તાલના ત્રિવેણી સંગમ સાથે આનંદસભર વાતાવરણ સર્જાયું હતું.એકતાનગરના ડેમ વ્યુ પોઇન્ટ-૦૧ ખાતે જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૭ દેશના ૩૨ ઉપરાંત ભારતના ૧૭ જેટલા પતંગબાજોએ ચિત્રવિચિત્ર પતંગોને આકાશમાં ચગાવ્યા હતા. ખાસ પ્રકારની દોરી, ખાસપ્રકારના કાગળથી બનેલા આ પતંગો એક સાથે આકાશમાં પવનની લહેરખી સાથે ઉડતા અદ્દભૂત નજારો સર્જાયો હતો.
આ પતંગોમાં એનિમેશન શ્રેણીના પ્રસિદ્ધ કાર્ટુનો, એરોડાયનેમિક છતાં વિવિધ આકાર અને વિશાળ પતંગોએ દર્શકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પતંગોને ખાસ પતંગોત્સવ માટે બનાવવામાં આવતા હોય છે.આ પતંગને તેના સંવાહક ભારે સાચવીને દિલની દોરીથી ચગાવે છે. એકતાનગર ખાતે મિનિ ડ્રેગન, રામ ભગવાનની ચિત્ર સહિતના પતંગોથી આકાશ રંગબેરંગી થઇ ગયું હતું.