નરેન્દ્ર મોદી દ્વારા આજે બપોરે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકાશે

0
76

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે જેમાં તેઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન સહિતના જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે અને ત્રણ દિવસ રોકાશે. વડાપ્રધાનની આ મુલાકાત જુદા જુદા કાર્યક્રમોથી ભરચક રહેશે. તેઓ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને ઓપન કરશે અને તેની સાથે ગ્લોબલ ટ્રેડ શો પણ શરૂ થશે.નરેન્દ્ર મોદી આજે મહાત્મા મંદિર ખાતે વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠક યોજશે અને ટોચની કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. બપોરે ત્રણ વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે અને સાંજે પાંચ વાગ્યે એરપોર્ટ પર યુએઈના પ્રેસિડન્ટનું રેડ કાર્પેટ સ્વાગત કરશે. સાંજે 5.30 વાગ્યે રોડ શો કરીને પીએમ મોદી તથા યુએઈના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલગ નાહ્યાન એરપોર્ટથી સીધા ગાંધીનગર જવા રવાના થશે.ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બે લાખ ચોરસ મીટર એરિયામાં વિશ્વનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકવામાં આવશે. તેમાં ‘મેક ઈન ગુજરાત’ અને ‘આત્મનિર્ભર ભારત’ સહિત જુદી જુદી થિમ સાથે 13 પ્રદર્શન હોલ તૈયાર થઈ ગયા છે. આ ટ્રેડ શોમાં 100 દેશોના પ્રતિનિધિઓ વિઝિટ કરવાના છે અને 33 દેશો પાર્ટનર તરીકે જોડાયા છે.