હવે રાજ્યમાં 8 જૂન બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા

0
204

ગુજરાતમાં લોકો છેલ્લા કેટલાક દિવસથી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ હવે થોડાક દિવસમાં ગરમીનું પ્રમાણ ઘટે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. ગુજરાતમાં આજથી 6 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે ત્યારે બે દિવસ રાજ્યમાં 25-30 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ગરમીની વાત કરીએ તો રાજ્યમાં 8 જૂન બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. મે મહિનામાં અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી નોંધાઈ હતી. ગરમી મે મહિનામાં એ હદે હતી કે, શહેરમાં 31 માંથી 27 દિવસ સુધી 42થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.