હેમંત સોરેને તોડયો 24 વર્ષનો રેકોર્ડ

0
62

ઝારખંડમાં આ વખતે ભાજપે AJSU, JDU અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, જ્યારે કોંગ્રેસે હેમંત સોરેનની પાર્ટી JMM, RJD અને CPI સાથે હાથ મિલાવ્યા હતા. હવે ઝારખંડમાં 24 વર્ષનો રાજકીય રેકોર્ડ તૂટતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર કોઈ પાર્ટી તાકાત સાથે સત્તામાં વાપસી કરી રહી છે.