હૈદરાબાદ રૅપ- મર્ડર કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

0
1301

હૈદરાબાદ દુષ્કર્મ કેસને લઈને હાલમાં જ સૌથી મોટા સમાચાર આવ્યા છે. દુષ્કર્મ કેસમાં સંડોવાયેલી તમામ 4 આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર તમામના પોલીસ ફાયરિંગમાં મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈને ગઈ હતી. રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું. ધુમ્મસનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો તો તરત જ પોલીસે ફાયરિંગ કર્યું. ચારેય આરોપીઓના પોલીસ ફાયરિંગમાં મોત થયા હતા. નેશનલ હાઈવે 44 પાસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર થયું.

હૈદરાબાદ ગેંગરેપ કેસમાં એનએચ44 પર 27 નવેમ્બરની રાતે લેડી ડોક્ટરનો ગેંગરેપ થયો હતો. તે જ હાઈવે પર તેલંગાણા પોલિસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. હૈદરાબાદ પોલિસ ચારેય આરોપીઓના ઘટનાસ્થળે લઈ ગઈ ત્યારે ઘટનાનું રિક્રિએશન કરી શકાય. પરંતુ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં જ તેમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.

હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં વેટનરી મહિલા ડોક્ટર પર ગેંગરેપ બાદ તેની હત્યા કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, ગેંગરેપ અને મર્ડર પહેલાં આરોપીઓએ મહિલા ડોક્ટરને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ પીડિતાને ઘટનાસ્થળેથી ૨૭ કિલોમીટર દૂર લઈ જઈને પેટ્રોલ-ડીઝલ છાંટીને સળગાવી દીધી હતી. પોલીસના રિમાન્ડ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રક ચાલક અને ક્લિનરનું કામ કરતા ચારેય આરોપી મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાએ મહિલાના સ્કૂટીમાં જાણી જોઈને પંચર પાડ્યું હતું. મહિલા ડોક્ટર ટોલ પ્લાઝા પર પોતાનું સ્કૂટી પાર્ક કરીને ટેક્સી ભાડે કરીને બહાર ગઈ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here