હજારો વિદ્યાર્થીઓના આંદોલન સામે રૂપાણી સરકાર ઝૂકી, બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે SITની રચના કરી તપાસ કરશે

0
983

છેલ્લા 36 કલાકથી ચાલી રહેલાં બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ મુદ્દેના હજારો વિદ્યાર્થીઓના આંદોલન સામે રૂપાણી સરકાર ઝુકી છે. ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલાં હજારો વિદ્યાર્થીઓની માંગ રાજ્ય સરકારે સ્વીકારી છે. SIT રચવાનો આદેશ આપ્યો છે. જેમાં ચાર સિનિયર IAS અને IPS અધિકારીઓ SITના સભ્યો હશે જે આ મુદ્દે નિર્ણય લેશે.

છેલ્લા 36 કલાકથી ગાંધીનગરને બાનમાં લેનાર હજારો વિદ્યાર્થીઓએ અંતે જીત્યા છે. રાજ્ય સરકારે બિનસચિવાલ પરીક્ષામાં કૌભાંડ થયા હોવાનું સ્વીકારી SIT બનાવી તપાસના આદેશ આપ્યા છે. આ મામલે સરકાર અને યુવરાજસિંહની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ઠંડીમાં રહેવું પડ્યું તેનું દુઃખ છે. મુખ્યમંત્રીએ સામે ચાલીને સમાધાન કરવાની તૈયારી બતાવી છે. આ આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ થયો.ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારે SITની તપાસ માટે રચના કરવામાં આવશે. SITમાં રાજ્યના અગ્રસચિવ કમલ દયાણી ચેરમેન રહેશે. SITમાં એડિશનલ DGP સભ્ય રહેશે. પરીક્ષામાં ગેરરીતિની તપાસ SIT કરશે. ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડા સભ્ય રહેશે. સંપૂર્ણ તપાસ બાદ જ રિપોર્ટ જાહેર કરાશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, SITનો રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં થાય. વિદ્યાર્થી નેતાઓની માગનો સ્વીકાર કરાયો છે. અહેવાલ 10 દિવસમાં SIT સરકારને સોંપશે. SITના રિપોર્ટ બાદ સરકાર આગળનો નિર્ણય કરશે. આવતીકાલે SITની પ્રથમ બેઠક મળશે. SITમાં ગૌણ સેવા મંડળનો કોઈ સભ્ય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here