અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર થયેલા અકસ્માતમાં 4ના મોત…

0
88

યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દાંતા અને અંબાજી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના મોત અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. 15 ઇજાગ્રસ્તોને પાલનપુર સારવાર માટે મોકલવામાં આવ્યા છે.યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દાંતા અને અંબાજી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના મોત અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. 15 ઇજાગ્રસ્તોને પાલનપુર સારવાર માટે મોકલવામાં આવ્યા છે.અંબાજી દાંતા વચ્ચે ત્રિશુલિયા ઘાટ નજીક હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ ગાર્ડ્રેલ સાથે અથડાઈ અને રેલ તૂટી ગઈ. પ્રાથમિક સ્તરે બસ ચાલક નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. હાલ 108 એમ્બ્યુલન્સ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.ખેડા જિલ્લાના કઠલાલના ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરીને પરત ફરતા હતા આ દરમિયાન ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. આ દૂર્ઘટનામાં 25થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી.કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે હનુમાનજી મંદિર પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડિવાઇડરની રેલિંગ પણ તૂટી ગઇ હતી. મુસાફરો અનુસાર બસનો ડ્રાઇવર નશામાં હોવાનું જાણવા મળ્યું છે.