અગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવાથી ભારે તેમ જ અતિભારે વરસાદ પડવાની આગાહી….

0
433

મેઘરાજાએ ગઇકાલે જન્માષ્ટમીના પર્વ પર જાણે કે હેત વરસાવતા હોય તેમ શામળાજી, ડાકોર, દ્વારકા સહીત ગુજરાતમાં ઘણા સ્થળોએ ગઇકાલે પધરામણી વચ્ચે કૃષ્ણ જન્મોત્સવમાં ભાવિકો ભાવથી ભિંજાયા હતા.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ ગઇકાલે મિડીયાને કહ્યું હતું કે ‘આવતા પાંચ દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની એક્ટીવીટી શરૂ થઇ જશે. મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં વધુ જોરદાર વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે.’ ગઇકાલે રાત્રે ૮ વાગ્યા સુધીમાં અમદાવાદ સહીત ગુજરાતના ૯૦ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહી કરવામાં આવતા ખેતરોમાં પાકોને જીવતદાન મળવાની આશા ખેડુતોમાં બંધાઇ છે.વરસાદ પડતા વર્ષે ખેતી બચી જાય તેવી આશા ખેડુતોમાં બંધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here