અત્યાર સુધીમાં કુલ 40 હજાર 155 કેસ નોંધાયા

0
1034

રાજ્યમાં 7 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં સતત બીજા દિવસે 850થી વધુ એટલે કે 875 કેસ નોંધાયા છે અને 14ના મોત થયા છે. તેમજ 441 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 40 હજાર 155 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 2024એ પહોંચ્યો છે. તેમજ 28,183 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં 4 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં એટલે કે 7 દિવસમાં જ 5,469 કેસ નોંધાયા છે અને 118 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 3,242 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત
સુરતમાં 269, અમદાવાદમાં 165, ભાવનગરમાં 71, વડોદરામાં 69, રાજકોટમાં 39, ગાંધીનગરમાં 31, નવસારી 27, સુરેન્દ્રનગર-જામનગરમાં 23-23, મહેસાણામાં 21, જૂનાગઢમાં 18, ખેડામાં 17, બનાસકાંઠા-ભરૂચમાં 14-14, ગીર-સોમનાથમાં 11, દાહોદ-સાબરકાંઠામાં 8-8, આણંદ-પંચમહાલમાં 7-7,મોરબી-વલસાડમાં 5-5, છોટાઉદેપુર, કચ્છ-પાટણમાં 4-4, અમરેલી-તાપીમાં 3-3, અરવલ્લી-બોટાદમાં 2-2 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુની વાત કરીએ તો અમદાવાદમાં 5, સુરતમાં 4, અરવલ્લી, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણામાં 1-1 મળીને કુલ 14ના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here