અપક્ષ ચૂંટણી લડી રહેલાં પોતાના 7 નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યાં

0
169

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે રવિવારે એક સાથે પોતાના સાત નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર સામે નારાજગી દર્શાવી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા આ તમામને પાર્ટીએ અનિશ્ચિત મુદ્દત સુધી બરતરફ કર્યા છે. આ 7 નેતાઓમાં ભાજપના પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વસાવા, ભૂતપૂર્વ MLA અરવિંદ લાડાણીનો સમાવેશ થાય છે.

અગાઉ પાર્ટી તરફથી આ તમામ વિદ્રોહીઓને સંદેશ મોકલાયો હતો કે તેઓ સમજીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લે, અન્યથા પાર્ટી તરફથી શિસ્તભંગ વિરોધી પગલાંનો સામનો કરવા તૈયાર રહે. આ દરમિયાન અમુક આવાં નેતાઓએ પોતાની ઉમેદવારી પરત કરી હતી, પરંતુ આ સાત બેઠકો પર અપક્ષ ઉમેદવારી ખડી રહેતા પાટીલે તેમને સસ્પેન્ડ કર્યાં છે. આ તરફ હજુ વાઘોડીયા બેઠક પરથી કપાયેલા મધુ શ્રીવાસ્તવે અને વડોદરાની પાદરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવા છતાં તેમની સામે કોઇ શિસ્ત વિરોધી પગલાં લેવાયાં નથી.