અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ….

0
25

અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. શહેરના નારોલ (Narol) શાહવાડી વિસ્તારમાં આગની ઘટના બનતાં 10 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાનો પ્રયત્ન કરી રહી છે.
અમદાવાદ શહેરમાં આજે સવારે જિંદાલ કંપનીના કાપડનાં ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. બનાવની જાણ થતા ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગોડાઉનમાં કાપડનો જથ્થો હોવાથી આગ બેકાબૂ બની છે. માહિતી મુજબ આગ બેકાબૂ બનતા લાખો રૂપિયાનો માલ નાશ પામ્યો છે.
અમદાવાદના લાંભા વિસ્તારમાં આજે વહેલી સવારે 60 ટન લાકડામાં એકાએક આગ પ્રસરી ગઈ હતી, પુષ્કર ઇન્ડસ્ટ્રીયલમાં પણ આગની જ્વાળાઓથી નુકસાન થયું હતું. આગ કેવી રીતે લાગી તેનું કારણ શોધી શકાયું નથી. આગ લાગતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને 23 જેટલા ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. વહેલી સવારથી લાગેલી આગમાં લાખોનું નુકસાન થવા પામ્યું હતું.