અમદાવાદમાં કાપડ ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટના કારણે લાગેલી આગ  : નવના મોત 

0
1121

અમદાવાદના પીરાણા ખાતે કાપડ ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટના કારણે લાગેલી આગની ઘટનાને લઈને તંત્ર ઉંઘતું ઝડપાયું છે. આગની ઘટનાને લઈને સફાળું જાગેલું તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આ અંગે મોટો ખુલાસો થયો છે. આ ફેક્ટરીમાં ફાયરનું એનઓસી જ નહોતું.

FLSની ટીમ ઘટના સ્થળે પહોચી અને કેમિકલના નમુના લઈને તપાસ શરૂ કરી છે. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે. જો કે કંપની પાસે ફાયરને લઇને NOC હતું કે નહીં તેને લઇને પણ સવાલ ઉઠી રહ્યાં હતા.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં શહેરમાંના પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં સાહિલ એન્ટરપ્રાઈઝના કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. બોઈલરમાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દીવલો પણ ધરાશાયી થઇ હતી. આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 30થી 40 જેટલા જેટલા ફાયર વિભાગના કર્મચારીઓ બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ફેક્ટરીમાં ફાયરનું NOC જ ન હોવાનો ખુલાસો થયો.

વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

આ આગની ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું અને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

CM રૂપાણીએ કરી મદદની જાહેરાત

વડાપ્રધાનના ટ્વીટ બાદ તંત્ર દોડતું થયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે બે સિનિયર અધિકારીની વરણી કરી છે તેમજ પીડિતોને 4 લાખની મદદની જાહેરાત કરી છે. એ પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ શહેરમાંના પીરાણા-પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપના ગોડાઉનમાં બોઈલર ફાટતા આગ લાગી હતી. બોઈલરના કારણે થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દીવલો પણ ધરાશાયી થઇ હતી.  આગમાં અત્યાર સુધી નવ લોકોના મોત નીપજ્યા છે.

ભીષણ આગમાં છ જણા ગંભીર રીતે દાઝી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે છ માંથી પાંચની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ આગની જાણ થતા જ ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આગની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ધરાશાયી થયેલી છત નીચે ચારથી પાંચ લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના અનેક કર્મચારીઓ ધરાશાયી થયેલી છતનો કાટમાળ ખસેડવાની અને તેમાં કોઈ ફસાયુ છે કે કેમ તેની શોધખોળ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here