અમદાવાદમાં ભીખ માંગતા લોકોના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ….

0
129

અમદાવાદ શહેર પોલીસે થોડા દિવસથી એક ડ્રાઈવ શરુ કરી છે. જેમાં અમદાવાદ શહેરના ચાર રસ્તાઓ પર ભિક્ષાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને તમે થોડું પણ સામાન્ય ન સમજતા કે ન ભીખ આપતી વખતે તમે દયા ભાવના ન રાખતા કેમ કે ભિક્ષા પ્રવૃત્તિએ મસ મોટું રેકેટ ચાલી રહ્યું છે. કેમ કે અમદાવાદ શહેર પોલીસની અત્યાર સુધીની ડ્રાઈવ માં ભિક્ષા પ્રવુતિમાં 42 બાળકી અને બાળકો ભિક્ષાવૃત્તિમાંથી મુકતા કરવા માં આવ્યા છે અને જેના દ્વારા આ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી હતી તેવા 26 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં ધરપકડ કરાયેલ મોટા ભાગના બાળકો માતા-પિતા અથવા સગા સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે. ભિક્ષા પ્રવૃત્તિ કરાવનારની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેમ કે એજન્ટો દ્વારા એક સ્ટેશનના માતા-પિતાને દર મહિને 35 હજાર આપવામાં આવતા હતા અને બાકીના પૈસા 65થી 70 હજાર રૂપિયા એજન્ટો લઇ જતા હતાં. ત્યારે આ એજન્ટો કોણ છે ક્યાંથી આવ્યા છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો દાવો છે કે નજીકના સમયમાં આવા તમામ એજન્ટોને પણ પકડી પાડવામાં આવશે અને આ ઘટનાના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવામાં આવશે.