ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધારે 21,000થી વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. જોકે સરકારને 21 હજાર કેસ થયા ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સની યાદ આવી છે. ત્યારે ટાસ્ક ફોર્સે સરકારને ગંભીર ચેતવણી આપતાં કહ્યું કે જો કેસ ની સંખ્યા અટકશે નહીં તો આગામી દિવસમાં રોજના 50,000થી 1 લાખ સુધીના કેસ નોંધાઈ શકે છે. ત્યારે ટાસ્ક ફોર્સે પણ ચેતવણી આપી દીધી છે. આવામા અમદાવાદ માં કોરોનાનો રાફડો ફાટ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ (corona virus) વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ધરખમ વધારો થયો છે. હાલની સ્થિતિએ શહેરમાં 104 વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ થયો છે. ગઈકાલે નવા 19 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. નવા 19 માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી 11 પૂર્વ વિસ્તારના છે. જે બતાવે છે કે, શહેરના પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે 20 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરાયા છે.