અમદાવાદમાં મેટ્રો ટ્રેન આજે બપોરે 2.00 થી સાંજે 5.00 દરમિયાન સ્થગિત

0
281

અમદાવાદમાં મેટ્રો સેવા આવતીકાલે બુધવારે ચાર કલાકે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6:20 કલાકથી રાત્રે 10:00 કલાક સુધી કાર્યરત છે. આવનારા દિવસોમાં કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટુંક સમયમાં ચાલુ થવાનું છે.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ મામલે માહિતી આપતા કહ્યું છે કે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર નિરીક્ષણ કાર્યને પગલે ચાર કલાક મેટ્રો રેલ સેવા સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.
જીએમઆરસીએ તેની પ્રેસ જાહેરાતમાં જણાવ્યું છે કે, મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે આજ રોજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામ થી થલતેજ) મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે 2.00 કલાકથી સાંજે 5.00 કલાક દરમિયાન સ્થગિત રહેશે.

માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે 01:00 કલાકનો રહેશે. સાંજે 05:00 કલાકથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે.નોર્થ-સાઉથ કોરિડોર (એ.પી.એમ.સી. થી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.