અમદાવાદમાં 1 માર્ચે યોજાશે પિંકાથોન:મહિલાઓની સૌથી મોટી દોડમાં 5000થી વધુ મહિલાઓ ભાગ લેશે

0
1254

પિંકાથોન અમદાવાદની 3જી આવૃત્તિ પ્રસંગે આનંદ વ્યક્ત કરતાં પિંકાથોનના ફાઉન્ડર મિલિંદ સોમને જણાવ્યું કે, જ્યારે 2011માં મેં મહિલાઓ માટે રનિંગ ઇવેન્ટ યોજવાનું વિચાર્યું ત્યારે મેં એક રનર તરીકે વિચાર્યું હતું. બહુ ઓછી મહિલાઓએ ભાગ લીધો હતો. 52મી પિંકાથોન સાથે આજે ભારતની તે સૌથી મોટી વિમેન રન બની રહી છે. છેલ્લા આઠ વર્ષથી મેં જોયું છે કે મહિલાઓ તેમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઇ રહી છે. દરેક શહેર અને દરેક એડિશનમાં વધુને વધુ મહિલાઓ જોડાઇ રહી છે. માત્ર યુવા મહિલાઓ જ નહિં તમામ ઉંમરની, પ્રેગનન્ટ મહિલાઓ ઉપરાંત હિજાબ અને સાડીમાં રહેતી મહિલાઓ, શિશુ સાથેની મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુથી માંડીને કેન્સરમાંથી ઉગરેલી મહિલાઓ પણ ભાગ લઇ રહી છે. ડાન્સિંગ, સિંગિંગ, વોકિંગ અને રનિંગ, હસતી મહિલાઓ ખરેખર આ પ્રસંગને ઉત્સાહભેર વધાવી રહી છે. 52મીપિંકાથોન 1,માર્ચ, 2020ના રવિવારે અમદાવાદ સ્થિત સાબરમતીરિવર ફ્રન્ટમાં આવેલા વલ્લભ સદન ખાતે યોજાશે. પિંકાથોન દેશની મહિલાઓને દોડવા માટે ઉત્સાહિત કરેછે અને મહિલાઓમાં આરોગ્ય અને ફિટનેસ અંગે જાગૃત્તિ લાવે છે. બ્રેસ્ટ કેન્સર સહિત મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ અંગે જાગૃત્તિ ફેલાવે છે. મલ્ટી કેટેગરી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન www.pinkathon.in/ahmedabad પર કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here