અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદનું આગમન,

0
1476

હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વહેલી સવારે નોકરી ધંધાર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી,શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો,નવરાત્રીમાં વરસાદથી ગરબા આયોજકો અટવાયા,શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે ધીમીધારે વરસાદ.

શહેરના થલતેજ, સેટેલાઈટ, સરખેજ, નેહરુનગર, બોપલ, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, મેમનગર, મેઘાણીનગરમાં વરસાદ જોવા મળ્યો છે. જ્યારે નારણપુરા, નવરંગપુરા અને ઉસ્માનપુરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ વસ્ત્રાપુર, શ્યામલ, શિવરંજની, પ્રહલાદનગર, રામદેવનગર વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી છે.

શહેરમાં આમ તો છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ ગત રાતથી આજે વહેલી સવારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ઝરમર પડી રહ્યો છે. જેમાં પૂર્વ વિસ્તારની વાત કરીએ તો વસ્ત્રાલ, નારોલ, નરોડા, ઇસનપુર, મણિનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here