અમદાવાદ શહેરમાં 10 દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો

0
866

અમદાવાદ શહેરમાં 10 દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે ચોમાસું શરૂ થયા બાદ મેઘરાજા અમદાવાદથી રિસાયા હોય તેમ ઉકળાટભર્યું વાતાવરણ હતું. ત્યારે આજે વાતાવરણમાં પલટો આવતા પરેસેવેથી રેબઝેબ થતા લોકોને રાહત મળી છે. પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here