અમદાવાદ: BRTS બસમાં આગ લાગતા અફરાતફરી…..

0
318

અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસમાં આગ લાગ્યાનો બનાવ બન્યો છે. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ બનાવ મેમનગર ખાતે બન્યો હતો. બીઆરટીએસ બસમાં આગ લાગવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગની ઘટના બાદ ઘટનાસ્થળ ખાતે લોકોને ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. આ અંગેની તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. જોકે, આગને પગલે જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.