અમરેલીમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ….

0
118

અમરેલી રાજ્યમાં અનેક વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યુ છે. વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી. અમરેલીમાં પણ આવું જ એક કૌભાંડ સામે આવ્યુ છે. અમરેલીમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે. અમરેલી જિલ્લામાં મોડી રાતે લીલીયાના પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.કલી ઘીના રેકેટનો પર્દાફાશ થવાની ઘટનાની જાણ થતાની સાથે ચકચાર મચી જવા પામી હતી. આ ઘીનો જથ્થો પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો હતો. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ત્યાં પહોંચીને ઘીના સેમ્પલ લીધા હતા. અમરેલી જિલ્લાના આ સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ કરવામા આવ્યો છે.