અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા….

0
1374

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકાની ન્યુયોર્ક સિટીમાં રહેતાં 19 વર્ષીય જય પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાઓએ જયની હત્યા કર્યા બાદ તેની લાશને અન્ય સ્થળે ફેંકી દીધી હતી. પોલીસને આ ઘટનાને સંકળાયેલાં સીસીટીવી ફૂટેજ હાથે લાગ્યા છે. જેના પરથી પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

સુરતના ઓલપાડ તાલુકના મુળદ ગામનો જય ચંદ્રકાન્ત પટેલ પોતાના પરિવાર સાથે છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. હત્યારાઓએ તેને છાતીમાં ગોળી મારી હતી. અને કારમાં તેને લઈ જઈ ફ્લોરલ પાર્ક કે તે જ્યાં રહે છે તેની પાસે ફેંકી દીધો હતો. આ સમયે પોતાના ડોગ્સ સાથે વોક પર નીકળેલી મહિલાએ જય પટેલને ગાડીમાંથી નીચે ઉતરતો જોયો હતો.

જય પટેલને ગાડીમાં ગોળી મારવામાં આવી કે પછી અન્ય સ્થળે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ મામલે લાલ કલરની ટોયોટા કેમરી કાર લઈને ભાગી નીકળેલાં હત્યારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે લાલ કલરની ગાડીને લઈને પણ તપાસ શરૂ કરી છે. જય પટેલ નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્ટુડન્ટ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here