ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે શક્તિ ચક્રવાત છેલ્લા 6 કલાક દરમિયાન 18 કલાક કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું અને 4 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 8.30 કલાકે દ્વારકાથી લગભગ 470 કિમી પશ્ચિમમાં, નલીયાથી 470 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં, કરાચીથી 420 કિમી દક્ષિણ પશ્ચિમમાં અને મસીરાહ (ઓમાન) થી 600 કિમી પૂર્વ ઉત્તર પૂર્વમાં કેન્દ્રિ થયું છે.અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ વધુ તીવ્ર બન્યું છે અને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે. આ વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી લગભગ 470 કિલોમીટર દૂર કેન્દ્રિત છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી ઝાપટાં પડી શકે છે. રાજ્ય માટે વધારે ચિંતાની વાત નથી.હવામાન વિભાગ અનુસાર ઉત્તર બિહારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને કરા પડવાની આગાહી છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અત્યંત ભારે વરસાદની આગાહી






