અર્થતંત્રને મોટો ઝાટકો ન વાગે તે રીતે લૉકડાઉનના નિયમોમાં છૂટછાટ

0
1517

રાજ્ય સરકારે હાલમાં રાજ્યમાં કોરોના વાઇરસના ચેપના પ્રસારનો વેગ જોઈ એપ્રિલના અંત સુધી લૉકડાઉન અમલી રહે તેવું મંતવ્ય રજૂ કર્યું છે. સંભવત વડાપ્રધાન પણ આ મુજબની જાહેરાત કરશે, પરંતુ આ સાથે ગુજરાત સરકારે રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ખેંચ ન પડે અને અર્થતંત્રને મોટો ઝાટકો ન વાગે તે રીતે ધીરે ધીરે અલગ અલગ ક્ષેત્રોમાં લૉકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવાનો વ્યૂહ અપનાવ્યો છે. સરકારે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે અને સત્તાવાર જાહેરાત એક-બે દિવસમાં કરવામાં આવશે.
સરકારે આ અંગે નિર્ણય લઈને પ્રથમ માછીમારો માટે છૂટ આપવાનો નિર્ણય શનિવારે જ જાહેર કરીને તેમને દરિયામાં જવા માટેની છૂટ આપી છે. હવે પછીના તબક્કામાં આવતા સપ્તાહે એપીએમસી બજારો અને ત્યાર પછીના સપ્તાહમાં ઉદ્યોગોને આ માટે છૂટછાટ આપવામાં આવશે. આ માટે ઉદ્યોગગૃહોને તેવા સંજોગોમાં જ છૂટછાટ આપવામાં આવશે કે જેમાં તેઓ પોતાના કારીગરો તથા કર્મચારીઓને પોતાના યુનિટમાં કે તેનાથી ખૂબ નજીકના સ્થળે રહેવાની તથા અન્ય પાયારૂપ સુવિધાઓ ઊભી કરી આપે. એવાં વ્યાવસાયિક કે ઔદ્યોગિક એકમો કે જેમાં કર્મચારીઓને દૂરના સ્થળેથી આવવું-જવું પડે તેમને આ માટે છૂટ આપવામાં આવશે નહીં. ઉપરાંત છૂટ અપાયાં પછી પણ એપીએમસી અને ઉદ્યોગગૃહોએ પોતાના એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાની બાંહેધરી આપવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here