આજથી અમદાવાદના રસ્તાઓ પર ફરી એકવાર ડબલ ડેકર બસ દોડશે !!

0
247

અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. શહેરના નાગરિકોને હવે AC EV ડબલ ડેકર બસની ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદના રસ્તાઓ પર ફરી એકવાર ડબલ ડેકર બસ (Double Decker Bus) દોડવા જઈ રહી છે. આજથી પ્રથમ ડબલ ડેકર બસ વાસણાથી સારથી બંગલોના રૂટ પર દોડશે. આ બસ અત્યાધુનિક સુવિધાઓથી સજજ છે.

જણાવી દઈએ કે, શહેરમાં કુલ 7 ડબલ ડેકર બસની (Double Decker Bus) સેવા શહેરીજનોને મળશે. જે પૈકી પહેલી બસ આજથી શરૂ થશે. પહેલી ડબલ ડેકર બસ વાસણા ટર્મિનલથી ( Vasana) સારથી બંગલોના રૂટ પર દોડશે. જમાલપુર ડેપોથી મેયર પ્રતિભા જૈન (Pratibha Jain) દ્વારા આ બસને લીલી ઝંડી બતાવવામાં આવશે. માહિતી મુજબ, એક ટ્રીપમાં 60 જેટલા મુસાફરો બસમાં મુસાફરી કરી શકશે. લગભગ 32 વર્ષ બાદ AMTS માં ફરી ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા અને નાગરિકો સરકારી ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરે તે હેતુથી AMTS ના કાફલામાં લગભગ ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે.