આજથી ચાર દિવસ દરમ્યાન નવસારી અને વલસાડ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

0
148

ગુજરાતમાં વરસાદની સીઝન હવે ખૂલી છે અને આજથી ચાર દિવસ દરમ્યાન નવસારી, વલસાડ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગઈ કાલે સુરતના પલસાણામાં ૭૨ મિલીમીટર એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ, જ્યારે નવસારીના ખેરગામ અને વલસાડના ઉમરગામમાં ૬૭ મિલીમીટર એટલે કે અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારી અને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો