આજથી ધોરણ. 1થી 9નું ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ….

0
601

ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ ઓછું થતાં આજથી ધોરણ 1થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વર્ગમાં બેસીને શિક્ષણ મેળવી શકશે.

શનિવારે સાંજે જાહેરાત બાદ આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે. પ્રથમ દિવસે શાળાઓમાં ધોરણ.1થી 9માં 75 ટકા હાજરી રહેવાનો આશા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના રોકેટ ગતિએ વધારો થતાં 8 જાન્યુઆરીથી ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે સોમવાર (આજ)થી ફરીવાર ઓફલાઈન વર્ગોને મંજૂરી મળી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં શાળાઓમાં સળવળાટ જોવા મળ્યો હતો. શાળા સંચાલકો, આચાર્યોએ રવિવારે જ પ્રત્યક્ષ શિક્ષણ સંબંધિત ચર્ચા, વિચાર વિમર્શ બાદ વિદ્યાર્થીઓની હાજરી મુદ્દે વાલીઓને વોટ્સએપ મેસેજ કરી દીધા હતા.

શાળાઓએ અગાઉના શિડ્યૂલ પ્રમાણે જ બાળકોને પૂરતી તકેદારી, સતર્કતા સાથે શાળાએ મોકલવાના મેસેજ કર્યા હતા. જ્યારે શાળામાં સેનિટાઈઝિંગ સહિતની વ્યવસ્થા સાથે શિક્ષકો સાથે ઓનલાઈન ચર્ચા કરી હતી. જેમાં બાળકોના ત્રણથી ચાર કલાકના શિક્ષણકાર્ય દરમિયાન જુદા જુદા વર્ગો મુદે વિચારમંથન કરાયું હતું.

શાળા સંચાલકોના મતે ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની સ્થિતિને જોતાં સોમવારે પ્રથમ દિવસે 60થી 95 ટકા સુધીની હાજરી રહેવાની શક્યતા છે. સોમવારે પ્રથમ દિવસે સરેરાશ 75 ટકા હાજરી રહેશે. ત્યારબાદ સરેરાશ હાજરીનો રેસિયો વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here