આજે જનતા કરફ્યુ : પાટનગરમાં સામાજિક જીવનનો ધમધમાટ શમી જશે…!?

0
707

ગાંધીનગર શહેર જિલ્લામાં કોરોના વાઇરસના ગંભીસ સંક્રમણને ટાળવા માટેના સાવચેતીના પગલાંરૂપે તમામ મોલ-રેસ્ટોરન્ટ, ચા-ખાણીપીણી,
પાનના ગલ્લાંથી લઈ લોકોનો ધસારો રહેતો હોય તેવા જનસેવાના કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા
વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા તંત્ર તરફથી આ સંદર્ભે નાગરિકોને મહત્ત્વની જાણકારી આપવા સાથે આ
અભિયાનમાં સહભાગી થઈ જનતા કરર્ફ્યુમાં જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં કોરોના વાઇરસનો ફેલાવો રોકવાના ભાગરૂપે જિલ્લા
કલેક્ટર શ્રી કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ આયોજન ગોઠવી ૨૧ માર્ચથી જ કલેક્ટર કચેરી તેમજ તાલુકા કક્ષાના ભીડભાડ થતી હોય તેવા જનસેવા કેન્દ્રો તેમજ તમામ મોલ-રેસ્ટોરન્ટ બંધ રાખવા જણાવાયું છે. જ્યારે કરિયાણા અને દવાની દુકાન ખુલ્લી રાખવા તથા
રેસ્ટોરન્ટમાંથી ફૂડ પાર્સલ ડીલીવરી સેવા ચાલુ રાખવા છૂટ અપાઈ છે. મહાનગરપાલિકામાં મેયર રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા અને મ્યુનિ. કમિશ્નરની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં કોરોના સાવચેતી સંબંધે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં તાત્કાલિક અસરથી શહેરી વિસ્તારમાં ખાણીપીણી બજારો, મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, રસના કોલા, નોનવેજની દુકાનો, થિયેટરો, ટ્યુશન ક્લાસીસ, ધાર્મિક સ્થળો ઉપરાંત ૧૦ થી વધુ વ્યક્તિ એકત્ર થતી હોય તેવા તમામ કાર્યક્રમો બંધ કરવા જણાવાયું છે. જીવનજરૂરિયાતની મહત્ત્વની સેવા આપતી દુકાનો જ ચાલુ રાખી અન્ય
તમામ ધંધા-રોજગાર કેન્દ્ર, આધાર કાર્ડ કેન્દ્રની કામગીરી બંધ રખાશે. સે.૨૮ લગ્નવાડી ખાતે ૫૦ બેડનો આઇશોલેશન વોર્ડ ઊભા કરવામાં
આવ્યો છે. અને જરૂર પડ્યે બેડની સુવિધા ઊભી કરાશે. જનતાને અફવાઓથી દૂર રહેવા તથા રવિવારે જનતા કરફ્યુનો સંપૂર્ણપણે અમલ કરવા મનપા તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.
#jantacerfew

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here