કોરોનાથી કોઈએ ડરવાની જરૂર નથી : વિજય રૂપાણી

0
732

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત કોરોના સામે લડવા
તૈયાર છે. રાજ્યમાં ૩-૩- કેસ અને ગાંધીનગર-રાજકોટમાં ૧-૧ કેસ નોંધાયો છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે કોરોનાની સાઈકલમાં આપણે
સેકન્ડ અને થર્ડમાં છીએ. લોકોના સંપર્કથી વાઇરસ ફેલાય છે. કોરોનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. કોરોનાથી મૃત્યુઆંક
૨ ટકાથી ઓછો છે જે બીમારીથી પીડાય તેમને વધુ અસર કરે છે. ગાંધીનગરમાં વિદેશથી આવેલ
વ્યક્તિને પોઝીટીવ છે.બહારથી આવેલા લોકોને કોરોનાની અસર છે. ગુજરાતમાં રહેતા લોકોને વાઇરસની અસર નથી. લોકો
એકબીજાના સંપર્કમાં ન આવે, વડીલો ઘરની બહાર જરૂર પૂરતાં જ નીકળે, સરકારની ગાઈડલાઈનોનું ચુસ્તપાલન
થાય. લોકો પોતાના હાથ સેનેટાઇઝ કરે. શરદી, ખાંસી અને તાવની અસર કરે જો પોઝીટીવ કેસ હોય તો ટ્રીટમેન્ટ કરાશે. જે લોકો વિદેશથી આવ્યા તે ઘરની બહાર ન નીકળે. કોરોનાથી કોઈએ ડરવાની જરૂર નથી એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here