આર્મીના નકલી દસ્તાવેજો ઉપર ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ

0
367

આર્મીના નકલી દસ્તાવેજો ઉપર ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો અને જેમાં વધુ 556 લાઇસન્સ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કર્યા છે. આરોપીઓ પાસે થી વધુ નકલી કેન્ટીન કાર્ડ પણ કબ્જે કરવામાં આવ્યું છે.જમ્મુ કશ્મીરના સંવેદનશીલ વિસ્તાર એવા ઉરી, પુલવામા, અંતનનાગ બારામુલા જેવી જગ્યા ના આર્મી કેન્ટોલમેન્ટના સરનામા ઉપર જમ્મુ ના લોકોને ગાંધીનગરથી લાયસન્સ બનાવી આપવાના કેસમાં તપાસ માં વધુ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો 5 હજાર થી 9 હજાર સુધી રૂપિયા લઈ ને બનાવી આપતા હતા. તપાસમાં જમ્મુ ના 3 લોકો અને ગાંધીનગર ના 3 લોકો નું નામ પણ તપાસ માં આવ્યું છે. ત્યારે જમ્મુ જવા માટે એક ટીમ તૈયાર છે.