આવતી કાલે 2 સપ્ટેમ્બરથી ધો. 6થી 8ની શાળાઓ ખુલશે…

0
795

રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ ધોરણ 6થી 8ની શાળાઓ હવે 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. માતાપિતા પોતાના બાળકને શાળાએ મોકલવા અસમંજશમાં છે. કોરોનાની ત્રીજી લહેરની દહેશત યથાવત છે એવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ શુ સાવચેતી રાખવી પડશે અને ડૉક્ટર્સ શુ અપીલ કરી રહ્યા છે તે જાણવું જરૂરી છે.
ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે, શાળાઓમાં ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ આટલો લાંબો સમય માટે બંધ રહ્યું હોય. 22 માર્ચ 2020થી પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી બાળકોએ ઓનલાઇન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. જોકે ઓનલાઇન શિક્ષણ કેવું રહ્યું તે સૌ કોઈ જાણે છે. હાલમાં કોરોનાના કેસ નહિવત સામે આવતા રાજ્ય સરકારે ધોરણ 6થી 8ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે પ્રિ પ્રાયમરી એજ્યુકેશન અને ધોરણ 1થી 5ની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ હજુ બંધ છે. અને તે આ વર્ષે શરૂ થશે કે કેમ તેના પર પણ પ્રશ્નો છે.
જોકે હાલમાં ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ થઈ રહી છે તેવામાં બાળકોના માતા પિતા કેટલા તૈયાર છે જે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વાલીઓ આ ઓફલાઇન શિક્ષણ સાથે સહમત તો થયા છે પરંતુ કોરોનાનો ડર હજુ પણ તેમનામાં યથાવત છે. વાલીઓનું માનવું છે કે, વિદ્યાર્થીઓનો વિકાસ ઓફલાઇન શિક્ષણથી જ થાય છે. ઓનલાઇન માત્ર શિક્ષણનો વિકલ્પ બનીને રહી ગયો છે. જેથી બાળકોને શાળાએ મોકલવા જરૂરી છે. જોકે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની હેલ્થ બાબતે સાવચેતી રાખવામાં આવે તે જરૂરી.

તો કેટલાક વાલીઓ માની રહ્યા છે કે, હાલમાં જ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો ગયા છે. આ તહેવારોની રજાઓમાં મંદિરો અને પ્રવાસન સ્થળો પર ભારે ભીડ ઉમટી હતી. અને આ ભીડની અસર આગામી 15 દિવસમાં કેસ સ્વરૂપે દેખાય તેવું લાગે છે. માટે શાળાઓ શરૂ કરવા હજુ 15 દિવસ રાહ જોવાનું વાલીઓ માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here