આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના….

0
173

હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે,ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ મહતમ તાપમાન ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હતો અને હાલમાં મહતમ તાપમાનનો પારો એક ઝાટકે 3 ડિગ્રી જેટલો ઉંચે ચડીને 40.3 ડિગ્રીએ પહોંચતાં આકરો તાપ વરસ્યો હતો.અમદાવાદમાં ગરમી આ વર્ષે તેના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીએ રેકોર્ડ તોડવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદમાં પાછલા વર્ષો કરતા વધુ તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે. આજે સૌથી વધુ તાપમાન ભુજમાં 39.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર, નલિયા, રાજકોટ, વલસાડ, ડાંગ, જૂનાગઢમાં તાપમાન 38 ડિગ્રીની આસપાસ પહોંચી ચૂક્યું છે. ગ્રીન સીટી કહેવાતા ગાંધીનગરના અમદાવાદ કરતા પણ વધુ તાપમાન નોંધાયું છે.