આ સરકાર જનતાથી ડરે છે, સાંભળવાને બદલે દમન ગુજારે છે : પ્રિયંકા ગાંધી 

0
960

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે દેશના વિશ્વવિદ્યાલયોમાં ઘૂસીને  વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યા છે. જે સમયે સરકારે લોકોની વાત સાંભળવી જોઈએ એ સમયે ભાજપ સરકાર ઉત્તર પૂર્વ, ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને પત્રકારો પર દમનને માટે પોતાની હાજરી આપી રહી છે. આ સરકાર કાયર છે, જનતાના અવાજથી ડરે છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. દેશના જવાનો, તેમના સાહસ અને તેમની હિંમતને પોતાના બળે દબાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આ ભારતીય યુવા છે, મોદીજી સાંભળો તે દબાશે નહી. તેનો અવાજ તમારા સુધી આજે નહીં તો કાલે પહોંચશે અને તમારે સાંભળવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here