ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન પ્રદાન કર્યું

0
1844

ગુજરાતની બે દિવસના પ્રવાસે આવેલા ઉપ-રાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એનાયત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પોલીસ કમિશનર શિવાનંદ ઝા સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તથા આઇપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીભર્યાં કૃત્યો અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી પૂરી પાડતા રાષ્ટ્રપતિ નિશાનથી ગુજરાત પોલીસને સન્માનિત કરવામાં આવી છે જે ગુજરાત પોલીસને એક આગવી ઓળખ આપશે.

ઉપરાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે સેરેમોનિયલ પરેડમાં ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કર્યું છે. તે સિવાય વિશેષ ડિઝાઈન કરાયેલો પોલીસ ધ્વજ પણ એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થતું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. રાષ્ટ્રપતિ નિશાન (પ્રેસિડન્ટ્સ કલર્સ)એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતું પ્રતિક છે. ‘નિશાન’ એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલું કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે, જે રાષ્ટ્રની સેવામાં યોગદાનની સાક્ષી પૂરી પાડે છે. ૧૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસ દળ રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થતું સાતમું રાજ્ય બનશે. આ સૂચિમાં હાલ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here