આ સીઝનની સૌથી વધુ ઠંડી આ અઠવાડિયામાં પડશે…

0
290

રાજ્યમાંમાં ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે જનજીવન પર તેની વિપરીત અસર થઈ રહી છે. ગુજરાતમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ 5.4 તાપમાન નોંધાયું હતું.

કાતિલ ઠંડીમાં આજે પણ આખું ગુજરાત ઠુંઠવાયું છે. હવામાન વિભાગ મુજબ આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા છે. 8થી 9 ડિગ્રી તાપમાન સાથે આજે કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.