ઇન્દ્રોડા પાર્કમાં 2 કરોડના ખર્ચે નગરવન ઊભું કરાશે

0
151

નગરવાસીઓને વનનો અનુભવ થાય તે માટે ઇન્દ્રોડા નેચર પાર્કમાં રૂપિયા બે કરોડના ખર્ચે નગરવન ઉભું કરવામાં આવશે. નગરવન 50 હેક્ટર જમીનમાં આકાર પામનાર છે. તેમાં ફ્લાવરવેલી, ગ્રાસવેલી તેમજ બાંબુસેટમ સહિતની સુવિધા ઉભી કરાશે. જંગલમાં જોવા મળતી તમામ પ્રકારની સુવિધા નગરવનમાં કરવામાં આવનાર છે.50 હેક્ટરમાં ઉભા થનારા નગરવનમાં ફ્લાવરવેલી, ગ્રાસવેલી તેમજ બાંબુસેટમ ઊભું કરાશે.રાજ્ય સરકાર દ્વારા સાબરમતી નદી કિનારે આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કમાં રીંછ, ઝરખ, શિયાળ, વરૂ, જળ બિલાડી જેવા પ્રાણીઓ લાવવામાં આવનાર છે. જેના માટે રૂપિયા 5 કરોડનો ખર્ચે ડેવલોપ કરવામાં આવનાર છે. ત્યારે નગરવાસીઓને જંગલનો અનુભવ કરવો હોય તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલમાં જવાની ફરજ પડે છે. જોકે ગીર જંગલમાં જવા માટે વન વિભાગની મંજુરી તેમજ જંગલી પ્રાણીઓનો ડર સહિતના પ્રશ્નો રહેતા હોય છે.