ઈસરોને સંપર્ક વિહોણા લેન્ડર વિક્રમની જાણ થઈ…

0
1256

ઈસરોને હાલ લેન્ડર વિક્રમની જાણ થઈ છે. લેન્ડર વિક્રમની જાણ ચંદ્રથી 100 કિલોમીટર અંતરિક્ષમાં ફરી રહેલા ઓર્બિટરે આપી છે. ઓર્બિટરે ઇસરોને લેન્ડર વિક્રમની તસવીરમાં જાણ થઇ છે. પરંતુ લેન્ડર વિક્રમ સાથે ઓર્બિટરને કોઇ સંપર્ક સ્થાપિત થઇ શક્યો નથી. ઓર્બિટર તરફથી મળેલી તસવીરમાં ઇસરોને તેનું સાચું લોકેશન મળ્યું છે.

ઇસરો (ISRO)ને ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતિ વિશે ખબર રડી ગઇ છે. ઓર્બિટરે થર્મલ ઇમેઝ કેમેરાથી તેની તસવીર લીધી છે. જો કે, હાલ વિક્રમ-લેન્ડર સાથે કોઇ સંપર્ક સ્થાપિત થઇ શક્યો નથી. હાલ એવા અહેવાલ મળી રહ્યા છે કે વિક્રમ લેન્ડર લેન્ડિંગવાળી નક્કી કરાયેલી જગ્યાએથી 500 મીટર દૂર પડ્યું છે.

ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં લાગેલા ઓપ્ટિકલ હાઇ રિઝોલ્યુશન કેમેરા (OHRC)એ વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. હવે ઇસરોના વૈજ્ઞાનિક ઓર્બિટર મારફતે વિક્રમ લેન્ડરને સંદેશ મોકલવાની કોશિશ કરી રહ્યું છે. જો કે, તેનું કોમ્યુનિકેશન સિસ્ટમ ઓન કરી શકાશે. ઇસરોના સૂત્રોએ જણાવ્યું કે, બેગ્લુરું સ્થિત ઇસરો સેન્ટરથી સતત વિક્રમ લેન્ડર અને ઓર્બિટરને સંદેશ મોકલવામાં આવી રહ્યો છે, જેથી કોમ્યુનિકેશન ફરીથી સ્થાપિત કરી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2નો ભલે સંપર્ક તૂટી ગયો હોય પરંતુ ઈસરોએ હજી હાર નથી માની. શુક્રવાર મોડી રાત્રે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગથી પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો પૃથ્વીના સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો. જે સમયે આ ઘટના બની તે સમયે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતું. લેન્ડર વિક્રમની સાથે શું થયું અને તે હવે કેવી સ્થિતિમાં છે, તેની કોઈ જાણકારી મળી શકી નહોતી.

જોકે, વૈજ્ઞાનિકોને પૂરી આશા હતી કે ત્રણ દિવસની અંદર આ રહસ્ય પરથી પડદો ઊચકાશે. ઓર્બિટર પર લાગેલા અત્યાધુનિક ઉપકરણોથી ટૂંક સમયમાં આ તમામ સવાલોના જવાબ શોધી કાઢશે તેના ભાગરૂપે આજે ઓર્બિટરે લેન્ડર વિક્રમની માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here