ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડ મંજૂર…

0
120

ઉત્તરાખંડ વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ બુધવારે યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી) બિલને બહુમતીથી મંજૂર કરી લેવાયું હતું. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ યુસીસી બિલને રજૂ કર્યું હતું અને બાદમાં એના પર ચર્ચા શરૂ થઈ હતી. યુસીસી બિલ પર બે દિવસ ચર્ચા થયા બાદ આજે એને પાસ કરી દેવામાં આવ્યું છે. ધામીએ કહ્યું હતું કે ‘સમાન નાગરિક સંહિતા ફક્ત ઉત્તરાખંડ જ નહીં, પણ સમગ્ર ભારત માટે એક સીમાચિહ્‍‍નરૂપ સાબિત થશે. દેવભૂમિથી નીકળતી ગંગાના પાણીનો ઉપયોગ ક્યાંક સિંચાઈ માટે તો ક્યાંક પીવા માટે થાય છે. સમાન અધિકારોની ગંગા તમામ નાગરિકોના અધિકારની રક્ષા કરશે અને એની ખાતરી કરવા માટે કામ કરશે.ઉત્તરાખંડ વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ બુધવારે યૂનિફોર્મ સિવિલ કોડ (UCC)બિલને બહુમતના જોર પર પાસ કરવામાં આવ્યું છે. મંગળવારે સીએમ પુષ્કર સિંહ ધામીએ યૂસીસી બિલને રજૂ કર્યું હતું અને બાદમાં તેના પર ચર્ચા શરુ થઈ હતી. યૂસીસી બિલ પર બે દિવસ ચર્ચા થયા બાદ આજે તેને પાસ કરી દેવામાં આવ્યું છે. વિધાનસભામાંથી પાસ થયા બાદ યૂસીસી બિલ હવે કાયદો બની જશે. આપને જણાવી દઈએ કે, યૂસીસી લાગૂ કરનારુ ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે.