ઉત્તર-દક્ષિણ-મધ્ય ગુજરાત ભાદરવે જળબંબાકાર…

0
104

શ્રાવણ આખો કોરો રહ્યા બાદ મેધરાજાએ ભાદરવામાં ભરપૂર હેત વરસાવ્યુ છે. સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧થી ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે. સવારના છથી સાંજના છ વાગ્યા સુધીમાં પંચમહાલના ગોધરામાં ૨૨૬ મિમી અને શહેરામાં ૨૨૦ મિમી, મહીસાગરના વીરપુરમાં ૨૦૩ મિમી, સાબકાંઠાના તલોદમાં ૧૮૧ મિમી, પંચમહાલના મોરવા હરફ ૧૭૧ મિમી, અરવલ્લીના ધનસુરામાં ૧૭૧ મિમી, મહીસાગરના લુણાવાડામાં ૧૬૭ મિમી, સાબરકાંઠાના પ્રાંતિજમાં ૧૫૬ મિમી, અરવલ્લીના બાયડમાં ૧૫૫ મિમી, ખેડાના કપડવંજમાં ૧૪૪ મિમી, દાહોદના લીમખેડામાં ૧૪૧ મિમી, ખેડાના મહુધામાં ૧૩૫ મિમી, મહીસાગરના બાલાસિનોરમાં ૧૩૨ મિમી, ખેડાના કઠલાલમાં ૧૨૫ મિમી, મહેસાણાના કડીમાં ૧૦૮ મિમી, ખેડાના નડિયાદમાં ૧૦૩ મિમી, અરવલ્લીના મેઘરજમાં ૯૮ મિમી, ખેડાના ગલતેશ્વરમાં ૯૨ મિમી, વડોદરાના ડેસરમાં ૮૯ મિમી, ગાંધીનગરના માણસામાં ૮૬ મિમી, સાબરકાંઠાના હિંમતનાગરમાં ૮૨ મિમી, મહિસાગરના સંતરામપુરમાં ૮૨ મિમી, ગાંધીનગરના દહેગામમાં ૮૧ મિમી, અરવલ્લીના મોડાસામાં ૮૦ મિમી, દાહોદના સીંગવડમાં ૭૭ મિમી, અરવલ્લીના ભિલોડામાં ૭૬ મિમી, આણંદના ઉમરેઠમાં ૭૫ મિમી વરસાદ નોંધાયો છે. પંચમહાલના હાલોલમાં ૭૫ મિમી. દાહોદના ઝાલોદમાં ૭૪ મિમી.સંજેલીમાં ૭૨ મિમી, કાલોલમાં ૭૧ મિમી, દેવગઢબારિયામાં ૭૧ મિમી, મહેમદાવાદમાં ૭૦ મિમી, જાંબુઘોડામાં ૬૯ મિમી , ડીસામાં ૬૮ મિમી, કલોલમાં ૬૬મિમી, ઠાસરામાં ૬૬ મિમી, આણંદમાં ૬૫ મિમી, દાહોદમાં ૬૨ મિમી, જેતપુરપાવીમાં ૬૧ મિમી, પાટણાં ૬૦ મિમી, વિસનગર અને વિજાપુરમાં ૬૦ મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરવા હરફમાં ૨૪ કલાકમાં ૨૫૩, છોટાઉદેપુરમાં ૨૪૭, શહેરામાં ૨૪૩, દાહોદમાં ૨૩૮, લીમખેડામાં ૧૯૬, ગોધરામાં ૧૯૩, લુણાવાડમાં ૧૭૮, ગરબાળામાં ૧૭૭, જાંબુઘોડામાં ૧૧૫૮ મિમી વરસાદ નોંધાયો છે.